Posts

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Image
 Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી

Image
 તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી                                                   વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી તાપીનું ગૌરવઃ વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી #teamtapi   @CMOGuj   @InfoGujarat   @CollectorTapi   @ddo_Tapi   pic.twitter.com/m8rZ4g9eBv — Info Tapi GoG (@infotapigog24)  September 18, 2024

આદિવાસી સમાજનું ગૌરવ: શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

Image
          આદિવાસી સમાજનું ગૌરવ: શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે. ---------             ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગો...

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
                                   ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujarati...

દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ...

Image
 દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... #Champion  🏆  #Surat   #Constable   #Achivement   pic.twitter.com/PmfjfWcLWV — Gujarat Information (@InfoGujarat)  July 26, 2024

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
  નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવ...

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Image
Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્રક...